top of page

Suvichar Gujarati Collection Online | 100+ બેસ્ટ ગુજરાતી સુવિચાર



Gujarati Suvichar ગુજરાતી સુવિચાર એટલે શું ?


સુવિચાર(Suvichar) એટલે “સારા વિચારો”. સુવિચાર એ એવો વિચાર અથવા મંત્ર છે જે માનવને સમજવા અને પ્રેરણા આપવામાં આવે છે. તે માનવને જીવનમાં શક્તિ, સહનશીલતા, પ્રેમ, સમાધાન અને આનંદનો અનુભવ કરવાની સ્ફૂર્તિ આપે છે. સુવિચારો માનવની ભાવનાઓ અને આદતો પર વિચાર કરવાનો માધ્યમ બને છે અને જીવનની દિશાને સારા કરે છે. સારા વિચારો માનવને સંગ્રહણ, સમજ, અને પ્રગતિ માટે માર્ગદર્શન આપે છે. આને અમારા દિવસની આરાધના બનાવવામાં મદદ મળે છે. સુવિચારો જનતાને સારા અને સરળ તક સાંભળવા અને મન અને દિમાગને ફ્રેશ અને મોટીવેટ કરવાની સ્ફૂર્તિ આપે.


નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરીએ છીએ કે તમે બધા એકદમ મજામાં અને સ્વસ્થ હશો. મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ Gujarati Suvichar!


જો વિચારો સારા હશે તો ચોક્કસ માણસ પણ સારો બનશે. કહેવાય છે કે તમે જેવું વિચારશો તેવા બની જશો! એટલા માટે હંમેશા સારા વિચારો અને ઉચ્ચ આચરણ રાખવું જોઈએ. નબળા અને કુટિલ વિચારો માણસ ને નકામો બનાવી દે છે. હવે પ્રશ્ન એ છે કે સારા વિચારો માટે શું કરી શકાય.


સૌ પ્રથમ તો આપ સારા વ્યક્તિ નાં સંપર્ક માં રહી શકો છો, જે વ્યક્તિ પોઝેટીવ હશે તો તમે પણ પોઝેટીવ રહી શકશો. બીજું કે આપ સારા પુસ્તકો વાંચી શકો છો અને સારા મોટીવેશન નાં વિડીયો પણ જોઈ શકો છો.

વધુ માં આપ અમારા Suvichar Gujarati ને રોજીંદા જીવન માં અમલી બનાવી ને એક સારા વ્યક્તિ બની શકો છો.


વિચારો માટે એક સારા બીજ નું હોવું જરૂરી છે જે અમે અહીં તમને Gujarati Suvichar દ્વારા પૂરું પાડીએ છીએ. અમને વિશ્વાસ છે કે આપને અમારા આ Suvichar Gujarati Collection જરૂર પસંદ આવશે. આપના મિત્રો અને ફેમેલી મેમ્બર સાથે શેયર કરવાનું ભૂલતા નહિ. જો તમારા કોઈ પ્રશ્ન કે અભિપ્રાય હોય તો અમને અહીં લખી મોકલો. Gujarati Suvichar Collection અને Gujrati Shayari Collection વાંચવાનો આનંદ લો.


 

"સમય સમય ની વાત છે આજે લોકો જેને રંગ કહે છે,

તેને કાલે ડાઘ કહેશે!"


 

"સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ,મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે!"


 

"લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!"


 

"એક સુખી જીવન જીવવા માટે માણસનેસાધુ નહી સીધુ થવાની જરૂર છે!"


 

"જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ!"


 

"સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,તેમજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે!"


 

"વાવી ને ભુલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય સાહેબ,સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે!"


 

"સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે,કાળી રાત ગમે તેટલી લાંબી હોય પણ સવાર જરૂર અંધકાર હટાવે છે!"

 

 

"માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ,શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે!"


 

"બધાની સેવા કરો પણ કોઈની પાસેથી કંઈ અપેક્ષા ન રાખો,કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે છે, માણસો નહિ!"


 

"બધુ ઉછીનું હોય તો ચાલે પણ,અનુભવ તો પોતાનો જ હોવો જોઇએ હો!"


 

"વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ,ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે!"


 

"સપના એટલે પગથિયાં વિનાની સીડી,સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં!"


 

"જે વ્યક્તિને સંતોષ નથી,તેને ગમે તેટલું મળે તો પણ અસંતુષ્ટ જ રહેશે!"


 

નાના ગુજરાતી સુવિચાર અર્થ સાથે



"જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને,એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સબંધ!"


 

"જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે,જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીયે છીએ!"


 

"વ્યક્તિએ છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરવો જોઈએ,કાં તો લક્ષ્ય પ્રાપ્ત થશે અથવા અનુભવ બંને સારો છે!"


 

"પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને,જ્ઞાન ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી બહુ જરૂરી છે!"


 

 

"કયારેક શાંતિથી બેસવાનું પણ રાખો,જિંદગી જીવવાની છે જીતવાની નથી!"


 

"ઈચ્છાઓને શાંત કરવાથી નહિ,પણ તેને મર્યાદિત કરવાથી જ શાંતિ મળશે!"


 

"જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે છે,ભૂતકાળને જવા દો અને ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો!"


 

"ધારેલું ના મળે, મળેલું ના ગમેઅને ગમેલું ના ટકે એનું જ નામ જીવન!"


 

"જે સંબંધોમાં ઝેર ઓગળી ગયું હોય,એ સંબંધોમાં અમૃત ભળે તો પણ મધુર બની શકતા નથી!"

 

 

"નમક જેવા બનવું, કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરે,અને તમારા વિના ચાલશે પણ નહી!"


 

"શોખ ઊંચા નથી અમારા,બસ જિંદગી જીવવાની રીત અલગ છે!"


 

"બધા ધર્મગ્રંથોનો સાર એક જ છે,કે તું તારું કામ કર્યે જા બીજાની ચિતા ન કર!"


 

Best One Line Suvichar in Gujarati



"ખુશ રહેતા શીખો,કારણ કે સુખનો અભાવ દુનિયામાં નથી આપણી નજરમાં છે!"


 

"દુનિયા દેખાડો જોવે છે નિયત નહી,ઈશ્વર નિયત જોવે છે દેખાડો નહીં!"


 

"આદર વ્યક્તિનું નથી, જરૂરિયાતનું છે,જ્યારે જરૂરિયાત પૂરી થાય છે ત્યારે સન્માન સમાપ્ત થાય છે!"


 

"માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય પરંતુ,પોતાની તકલીફ વેંચી નથી શકતો, અને બીજાની શાંતિ ખરીદી નથી શકતો!"


 

"ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે!"


 

"મોટા બન્યા પછી હાસ્યમાં થોડો ફરક આવ્યો છે,પહેલા આવતું હતું, હવે લાવવું પડે છે!"


 

"નસીબદાર માણસને તમે દરિયામાં ફેંકી દેશો,તો તે મોંઢામાં માછલી લઈ બહાર આવશે!"


 

"હોંશીયાર બનવા કરતા સમજદાર બનવું,કારણ કે હોંશીયાર રસ્તા પરનાં કાંટાથી બચીને ચાલશેજ્યારે સમજદાર રસ્તા પરનાં કાંટા વીણી લેશે!"


 

"જીવન માં કોણ આવ્યું ને કોણ ગયું એના કરતાં,કોણ હજી પણ સાથે ઉભું છે એ વધારે મહત્વનું છે!"


 

"કોઈ પણ વ્યક્તિ કાયમ એક જેવી નથી રહેતી,સમય સંજોગો અને લોકો તેને બદલવા માટે મજબૂર કરે છે!"


 

bottom of page